સ્તન કેન્સરની જાગૃતિ
Call Us: +91 7069 000 000
સ્તન કેન્સરની જાગૃતિ
સ્ત્રીઓમાં થતા વિવિધ કેન્સર પૈકી સ્તન કેન્સર (Breast Cancer) વિશિષ્ટ સ્થાન ધરાવે છે. દરેક સ્ત્રીને તેના જીવનકાળ દરમિયાન આ કેન્સર થવાની શક્યતા રહેલી છે. ઘણા વર્ષોના સંશોધનથી એવું પ્રમાણિત થયું છે કે જો આ કેન્સર વિશે સ્ત્રીઓમાં જાગૃતિ હોય તો તેનું ખૂબ જ પ્રાથમિક તબક્કે, તેના બાહ્ય ચિન્હો વગર નિદાન કરી શકાય, થતું અટકાવી શકાય અને થયું હોય તો સંપૂર્ણ મટાડી શકાય.
આ કેન્સરના જોખમી પરિબળો (Risk factors) હોય છે. જેને કારણે અમૂક સ્ત્રીઓને સ્તન કેન્સર થવાનું જોખમ વધુ હોય છે. આ પરીબળોની જાણકારી જરૂરી છે જેથી સાવચેતીના પગલા લઇ શકાય અને વહેલું નિદાન થઇ શકે.
૧. વારસાગત Hereditary માતાને, માસીને, બહેનને, ફોઇને જો સ્તન કેન્સર થયું હોય અને ૫૦ વર્ષ કરતાં નાની ઉંમરે થયું હોય તો જોખમ વધારે છે.
૨. એક સ્તનમાં કેન્સર થયું હોય તો બીજા સ્તનમાં થવાની શક્યતા વધુ હોય છે.
૩. મેદસ્વીપણુ (Obesity)
૪. જીવનશૈલી (Life style) સ્થૂળતા, કસરતનો અભાવ, ખોરાકમાં લીલા શાકભાજી, ફળોનો અભાવ, મોડા લગ્ન, માતૃત્વ ન હોવું, સ્તનપાન ન કરાવવું વગેરે
૫. સ્તનનો વિકાસ અને કાર્યનું નિયમન કરતાં રંગસૂત્રો BRCA1અને BRCA2માં ઉદ્ભવતી ખામી
જેમને આ પરીબળો લાગુ પડે, તેવી સ્ત્રીઓને ૨૫-૩૦ વર્ષની ઉંમરથી સ્તન તપાસ કરાવવું જોઇએ.
પ્રાથમિક તબક્કે (early detection) નિદાન :
૧. સ્તનની સ્વ તપાસ (Self breast examination)
દર મહિને માસીક આવતું હોય તો તેમણે, માસીક પતી ગયા પછી એક દિવસ, બતાવ્યા પ્રમાણે પોતાના સ્તનની સ્વતપાસ કરવી. આનાથી Locally Advanced Breast Cancer (LABC) થતુ અટકાવી શકાય.
૨. મેમોગ્રાફી : આ એક પ્રકારનો સ્તનનો વિશિષ્ટ મશીન દ્વારા લેવાતો એક્સ-રે છે. તેમાં ખૂબ પ્રાથમિક તબક્કે (in situ) કેન્સરનું નિદાન થઇ શકે છે. સામાન્ય રીતે ૪૫ વર્ષની ઉંમર પછી કરવામાં આવે છે. નાની ઉંમરે જોખમ વધુ હોય તો એમ.આર.આઇ. કરી શકાય. મેનોપોઝ પછી સ્ત્રીઓ મેમોગ્રાફી કરાવવી. જો નોર્મલ હોય તો ત્રણ વર્ષે ફરી કરાવવી જરૂરી છે.
૩. Clinical Breast Exam– નિષ્ણાંત ડોક્ટર દ્વારા સ્તનની તપાસ જે : જે સ્ત્રીઓમાં જોખમી પરીબળો લાગુ પડે તેમણે દર વર્ષે એક વખત ડોક્ટર પાસે સ્તનની તપાસ કરાવવી જરૂરી છે.
નાની ગાંઠ હોય અથવા મેમોગ્રાફી દ્વારા નિદાન થયું હોય તેવું કેન્સર મટાડવું ખૂબ સરળ છે. ફક્ત ગાંઠનો ભાગ કાઢીને સ્તન બચાવી શકાય (Breast conservation) જો કોઇ અન્ય કારણસર સ્તન કાઢી નાખવું પડે (multicentric મોટી ગાંઠ), તો સ્તનનો આકાર ઉપસાવી શકાય છે. આને plastic reconstructive surgeryકહે છે.
સ્તન એ સ્ત્રીનું ખૂબ લાક્ષણિક અંગ છે માટે તેને બચાવવા, અને પોતાનું સ્વાભીમાન ટકાવી રાખવા દરેક સ્ત્રીએ સ્તન કેન્સર વિશે ખૂબ જ જાગૃત થવાની જરૂર છે.
સ્તન કેન્સરના ચિન્હો જે સ્વતપાસમાં જોઇ શકાય
૧. કોઇપણ પ્રકારની સ્તનમાં ગાંઠ
૨. સ્તનના આકાર, કદમાં ફેરફાર
૩. ડીંટીનું અંદર ખેંચાઇ જવું
૪. ડીંટી (Nipple)માંથી પાણી કે લોહી જેવું પ્રવાહી નિકળવું
૫. ડીંટી ઉપર વારંવાર પડતી ચાંદી અને ખંજવાળ આવવી.
Our HOSPITAL
CIMS Hospital, Ahmedabad
Call us
We are available 24/7
CONTACT Us
Get in Touch