Select Page

એક  દિવસ  રમણભાઈ  (નામ  બદલ્યું  છે)  મને  બતાવવા  માટે  આવ્યા.  તેમની  ઉંમર  ૬પ  વર્ષ  છે  અને  ૧૦  વર્ષ  કરતાં  પણ  વધારે  સમયથી  તેમને  હાઈ બ્લડપ્રેસર તથા  ડાયાબીટીસ હતા. તેઓ  દવા લેવામાં નિયમિત  હતા, પણ  જેમ મોટા ભાગ કિસ્સામાં  બને છે તેમ,  બ્લડ પ્રેસર તથા  સુગરનો જાuઈએ  તેવો  કાબૂ  મેળવી  શકયા  નહોતા. ર  વર્ષ  પહેલાં  હાર્ટ  એટેક  આવ્યો  હતો  અને  ૩  મહિના  પહેલાં  જ  તેમણે  હૃદયની  ધમનીમાં એન્જિયોપ્લાસ્ટી  કરાવીને  સ્ટેન્ટ  મૂકાવ્યા  હતા. ખરાબ  તકદીરે  તેમનો  પીછો ન  છોડયો.  ૧પ  ઓગસ્ટ,ર૦૧૩  ના  દિવસે  લકવો  લાગી  જતા,  તેમનું  જમણી બાજુનું  શરીર  નિષ્પ્રાણ  થઈ  ગયું. સારી  સારવાર  મળતાં  થોડા  દિવસોમાં  જ સરસ  ચાલતા  થઈ  ગયા.  વધારે  ધ્યાન  આપવાનું  શરૂ  કર્યુ  અને  ન્યુરો ફિઝિશિયનની  સલાહ  પ્રમાણે  બધી  જ  દવાઓ  નિયમિત  લેતા  હતા. વીસ  જ દિવસ  પછી  તેમને  ફરી  બ્રેઈન  સ્ટ્રોક  થયો  અને  જમણી  બાજુના  શરીરમાં  થોડી નબળાઈ  આવી. આ  તબકકે  તેઓ  સીમ્સ  હોસ્પિટલમાં  બતાવવા  આવ્યા. અમે  તેમના  લોહીના  પરીક્ષણો,  ઇસીજી,  ઈકોકાર્ડિયોગ્રાફી  અને  સીટી એન્જિયોગ્રાફી  જેવા  ટેસ્ટ  કરાવ્યા.  એનાથી  જાણવા  મળ્યું  કે  મગજને  લોહી  આપતી  ડાબી  બાજુની  ધમની  (કેરોટિડ  આર્ટરી)  માં  ૯પ  % જેટલો ટાઈટ  બ્લોક  છે  અને  દર્દીને  દવાઓ  લેવા  છતાં  વારંવાર  સ્ટ્રોક/ટી.આઈ.એ  થવાનું  કારણ  પણ  આ  જ  છે.  કાર્ડિયોલોજીસ્ટ,વાસ્કયુલર  સર્જન,  ન્યુરો ફિઝિશિયન  અને ઈન્ટેન્સીવીસ્ટની  સંયુકત  ટીમ  દ્વારા  દર્દી  તથા  સગાને  સમયસર કેરોટિડ  આર્ટરીની સર્જરી  અથવા એન્જિયોપ્લાસ્ટી કરાવવાની સલાહ આપવામાં આવી તથા તેના ફાયદા અને જાuખમ સવિસ્તાર સમજાવવામાં આવ્યા. ડાયાબીટીસ, હૃદયની નળીના બ્લોક તથા નબળું હૃદય,આ  બધા  પરિબળોની  હાજરીમાં  કેરોટિડ  એન્જિયોપ્લાસ્ટી  એ  પ્રમાણમાં  ઓછી  જાuખમી,  સરળ  અને  સારૂં  પરિણામ  આપતી  પ્રક્રિયા  છે. દર્દી  અને  સગાની  સહમતિ  પછી,  માત્ર  લોકલ  એનેસ્થેસિયા  આપી,  જાંધના  ઉપરના  ભાગમાંથી  બલૂન-સ્ટેન્ટ  ને  ગળામાંથી પસાર  થતી  કેરોટિડ આર્ટરી  સુધી  લઈ  જઈ, આ  પ્રક્રિયા  માત્ર  રપ  મિનિટમાં  જ  પૂર્ણ  કરી.માત્ર  બે  જ  દિવસ  પછી  દર્દીને  ખોરાકની  પરેજી,  કસરત  અને   દવા  સબંધિત જાણકારી  આપી  રજા  આપવામાં  આવી. આજની  તારીખે  રમણભાઈ  ખૂબ  ખૂશ  છે.  સ્ટ્રોક  અને  ટી.આઈ.એ  નું  જોખમ  તો  નહિવત્‌  થયું  જ,  પરંતુ  એ જે   ભય  સતત  અનુભવતા  હતા(  કે  મને  લકવો  લાગી  જશે  અને  હું  જીવનભર  અપંગ-પરવશ  થઈ જઈશ  તો  ???)  તેમાંથી  સંપૂર્ણપણે  મુકત  થયા. વિજ્ઞાન  અને  ટેકનોલોજીના  સમન્વયથી,  કુશળ  તબીબ  દ્વારા  કરવામાં  આવતી  મગજની  ધમનીની એન્જિયોપ્લાસ્ટી  ખરેખર  ખૂબ  ઉપયોગી  છે.