Select Page

ટ્રોમા એટલે શું ?

ટ્રોમા એટલે કોઇપણ પ્રકારની શારીરિક ઇજા. અત્યારે દુનિયા ઘણી ઝડપથી વિકસી રહી છે. જેમાં ભારત ઘણા અગ્રક્રમે છે. શારીરિક ઇજાથી થતા મૃત્યુ એ બધા પ્રકારના રોગોથી તથા મૃત્યુમાં પ્રથમ છે. જો આપણે એઇડ્‌સ, ટી.બી., મેલેરીયા કે ડેન્ગ્યુથી થતા મૃત્યુને અટકાવવા માટે ઝુંબેશ ચલાવતા હોઇએ, તો શારીરિક ઇજા ને આપણે સૌથી મહત્વ આપવુ જોઇએ. કારણ કે આ ઇજા મોટા ભાગે માણસ એને રોકી શકે તેમ છે. શારીરિક ઇજા એ કોઇપણ પ્રકારની ઇજા હોઇ શકે છે. જેમ કે કુદરતી અથવા મનુષ્ય સર્જીત. કુદરતી ઇજામાં, ભૂકંપ, સુનામી, ભેખડ ઘસવી વગેરે. આ ઇજાને રોકવી શક્ય નથી પણ તેમને તાત્કાલિક વ્યવસ્થિત સારવાર ઉપલબ્ધ થાય તો ઘણી બધી જાનહાનિ રોકી શકાય છે. મોટાભાગની ઇજા માનવસર્જિત હોય છે જેમ કે રોજબરોજ થતા રસ્તા પર થતા અકસ્માત, રેલ્વે અકસ્માત, મારામારી, કોમી રમખાણો, બોમ્બ બ્લાસ્ટ, ફેક્ટરીમાં સર્જાતા અકસ્માત વગેરે. આમાંથી ઘણા અકસ્માતને ઉદ્‌ભવતા માણસ રોકી શકે તેમ હોય છે પણ આપણી બેદરકારીને કારણે તે થતા હોય છે અને થયા પછી જો આ પ્રકારના દર્દીને તાત્કાલિક સારા ટ્રોમા સેન્ટરમાં પહોંચાડવામાં આવે તો જાનહાનિ તથા શારીરિક ખોડખાંપણથી બચી શકે છે.

આ પ્રકારની દર્દીની સારવારમાં ઇજા પછીનો પ્રથમ કલાક બહુ જ મહત્વનો હોય છે જેને સુવર્ણ કલાક (Golden Hour), કહેવાય છે. જેમાં દર્દીને આધુનિક અને સીસ્ટેમેટીક ટ્રોમા સેન્ટરમાં સારવાર મળે તો ૮૫ % જેટલી જાનહાનિ બચી શકે છે. તદ્‌ઉપરાંત, પશ્ચિમના દેશોમાં તો પ્લેટિનમ ૧૦ મિનિટ પણ બહુ પ્રચલિત છે જેમાં ફક્ત ૧૦ મિનિટની અંદર જ દર્દીને અકસ્માત સ્થળથી ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવે છે. તો હવે

Best Trauma Hospital in Ahmedabad Gujarat India

ભારત પણ કંઇ પાછળ નથી. આપણે ત્યાં ગુજરાતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સર્વિસ આવવા પછીથી સારી એમ્બ્યુલન્સ સર્વિસ ઉપલબ્ધ થઇ છે જે બહુ જ ઓછા સમયમાં સ્થળ પર પહોંચીને દર્દીને નજીકની હોસ્પિટલમાં ખસેડે છે. તો જો આપણે જાગૃત થઇએ તો કોઇપણ માણસને જ્યારે શારીરિક ઇજા થાય તો, તેને આપણે મદદ કરી શકીએ. જલ્દીથી તે દર્દીને સીમ્સ ટ્રોમા સેન્ટર જેવા આધુનિક
અને સીસ્ટેમિટક સુવિધાથી સજ્જ હોસ્પિટલમાં લઇ જવામાં આવે તો, આવી ઇજાથી થતા મૃત્યુ અથવા ઉદ્‌ભવતી ખોડખાંપણને આપણે રોકી શકીએ. હવે વાત કરીએ, સીમ્સ ટ્રોમા સેન્ટરની. આ એક એવું અદ્યતન ટ્રોમા સેન્ટર છે જ્યાં માત્ર શારીરિક ઇજાના દર્દી માટે ટ્રોમાં આઇ.સી.યુ. તથા ટ્રોમા ઓપરેશન થીયેટર ૨૪ ટ ૭ ઉપલબ્ધ રહે છે જેમાં દરેક જાતના આધુનિક ઉપકરણ, અનુભવી અને કુશળતા
ધરાવતા નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરો ૨૪ કલાક હાજર છે. અહીં આ સેન્ટર એ પશ્ચિમ ભારતનું પ્રથમ એકસ્લુઝિવ ટ્રોમા સેન્ટર છે.

જ્યાં શારીરિક ઇજાના દર્દીની સારવાર ATLS એડવાન્સ ટ્રોમા લાઇફ સપોર્ટ, અમેરિકન કોલેજ ઓફ સર્જન્સ દ્વારા, પ્રોટોકોલ પ્રમાણે, ક્વોલીફાઇડ ટ્રોમા સર્જનની લીડરશીપમાં થાય છે. જેમાં સારવાર એકદમ અદ્યતન અને તાત્કાલિક મળે છે.