Select Page

જ્યારે તમે હદયના કોઈક રોગ માટે લોહી પાતળુ કરવાની દવા (Anticoagulant) (Warfarin/Acitrom) લેતા હોય ત્યારે જીવનશૈલી 

ઓરલ એન્ટિકોગ્યુલન્ટ્‌સ

Anticoagulant  (Warfarin/Acitrom) લોહીને પાતળું કરવા માટેની એક દવા છે. જે લોહીના ઘટકોની  હાનિકારક જમાવટ ને અટકાવે છે અને રક્તવાહિનીઓમાં લોહી ને અવરોધ રહિત વહેવા દે છે.

PT /INR મોનિટરીંગ 

જ્યારે  તમે    દવા  પર  હો  ત્યારે  તમારા  શરીરની  અંદર  દવાનું પ્રમાણ  માપવા  માટે PT /INR ટેસ્ટ  તરીકે  ઓળખાતા  એક  સરળ પરીક્ષણ કરવામાં આવે છે. 

INR સામાન્ય પ્રમાણે એક જેટલો હોય છે. તમારે લેવાની જરૂર હોય તે  દવા  ની  માત્રા  પૂર્ણપણે  તમારા    પરિક્ષણ  ના  પરિણામ  પર આધાર રાખે  છે. જો તમારા  પરીક્ષાનું  પરિણામ  મર્યાદા બહાર હોય તો  ડોક્ટર    દવાની  માત્રામાં  વધારો કે  ઘટાડો  કરવાનું  કહેતા હોય છે. સૌથી  આશ્ચર્યજનક  બાબત    છે  કે    દવાની  એકસમાન  માત્ર બધા દર્દીઓ ની અંદર એકસમાન પરિણામ પેદા કરતી નથી. એનો મતલબ    છે  કે  જો  કોઈ  એક  વ્યક્તિ  પાંચ  મિલિગ્રામ  દવા  લેતી હોય  તો એનો INR  2  હોઈ  શકે અને બીજી વ્યક્તિ  પાંચ  મિલિગ્રામ દવા લેતી હોય તો એના એના INR 4 પણ હોઈ શકે છે. 

વિટામીન – K અને ખોરાક 

લોહીને જામવા માટે આવશ્યક હોવા ઉપરાંત તંદુરસ્ત અને લવચીક રક્તવાહિનીઓ સહિત વિટામિન-કે અગણિત ફાયદાઓ ધરાવે છે. જો  આપ  લોહી  પાતળું  કરતી  દવાઓ  પર  હોવ  તો  આહારમાં  વિટામિન-કે ની સ્થિરતા જાળવવી ખૂબ જ જરૂરી છે. Vitamin-K કેવળ  વનસ્પતિઓ  અને બેક્ટેરિયા દ્વારા જ ઉત્પાદિત થાય  છે.  માનવ  સહિતના  જીવો  તેનું  ઉત્પાદન  કરી  શકતા  નથી. વિટામિન-K નીચે જણાવેલ ખોરાક ની અંદર પુષ્કળ  પ્રમાણમાં હોય છે  જેમકે  બ્રોકોલી,  કોબી,  ફૂલગોબી,  ટામેટા,  ભીંડા,  કોથમીર, લીલી  ભાજી,  કરમસાગ,  ચિકન,  ઈંડા  પાલક,  કેનોલા તેલ ઑલિવતેલ, ઘઉં, માછલી વિગેરે. એ સમજવું  ખૂબ    જરૂરી  છે  કે  વિટામિન  કે  આહાર લેવામાં  ભારે ઘટાડો કરવો તે યોગ્ય અભિગમ નથી હકીકતમાં વિટામિન કે બહુ ઓછી  માત્રામાં  લેવાથી તમારા INR  સંતુલન  કામગીરીમાં  વધારે સમસ્યાઓ  પેદા  કરી  શકે  છે  આથી તમારા  આહારમાં Vitamin-K નું મધ્યમ અને સમતોલ પ્રમાણ બનાવવાનું સારું રહેશે.

 ડોક્ટરો  હંમેશા  એવું  નિવેદન  કરે  છે  કે  ઉપર  જણાવેલ  ખોરાકને સદંતર  બંધ  કરી  દેવાની  જરૂર  નથી  પરંતુ  તેનું  સમતોલ  પ્રમાણમાં સેવન  કરવાથી  શરીરમાં  યોગ્ય  પ્રમાણમાં  વિટામિન  કે  ની  માત્રા જળવાઈ રહે છે. 

કેટલાક  વિશિષ્ટ  કિસ્સાઓમાં  લોહી  પાતળું  કરવાની  ગોળીઓ બાબતે  ડોક્ટર  વિશેષ  કાળજી  રાખે  છે.  જેના  થોડા  ઉદાહરણો નીચે દર્શાવેલ છે.

  • જો કોઈ સ્ત્રી ગર્ભ ધારણ કરવાની ઇચ્છા રાખતી હોય તો તેની માટે    દવાઓ  પ્રતિનિર્દેશિત  છે.  આવા  કારણોસર આ ગોળીઓ લેવાની  જરૂરિયાત ઊભી થાય તો  ડોક્ટર્સની  સાથે બેસીને તેનું નિરાકરણ લાવવાની જવાબદારી રાખવી જોઈએ.
  • કોઈપણ  દર્દી  જ્યારે આ ગોળી લેતા હોય અને  એમને  બીજી કોઈપણ  જાતની  સર્જરીની  જરૂર  પડે છે તો એ સર્જરી પ્લાન કરતા પહેલાં તમારા ડૉક્ટર ની સાથે સલાહ સૂચન કરવું ખૂબ જ જરૂરી છે. 
  • મોટી વયના  લોકોએ વિશેષ  કાળજી લેવાની  જરૂર  રહે  છે અને આ દવાઓ લેતા હોય તે દરમિયાન INR રિપોર્ટ વારંવાર દેખરેખ કરતા રહેવું પડે છે.
  • Anticoagulant  ની સારવાર દરિમયાન નાની મોટી જટિલતાઓ ઉદભવી શકે છે અને દરેક દર્દીને અલગ અલગ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે પેઠાં ઓ માંથી અસામાન્ય રક્તસ્ત્રાવ,  આંતરિક રક્તસ્ત્રાવ,  ત્વચા ઉપર દાણાઓ અથવા ખંજવાળ અને શરીરના  કોઇપણ ભાગ ઉપર નાના મોટા  લાલ કલરના ચાઠા.  આવા  સંજોગોમાં તમે તમારા  ડૉક્ટરનો અભિપ્રાય લઇ શકો છો.
  • Anticoagulant  ગોળીઓની  શ્રેષ્ઠ  અસર  માટે  પેટ  ખાલી  હોવું જરૂરી છે તેથી કરીને આ ગોળીઓ હંમેશા જમવાના બે કલાક પહેલાં અથવા બે કલાક પછી લેવી હિતાવહ છે.
  • Anticoagulant ટ્રીટમેન્ટ  તમારા  દૈનિક  પ્રવૃત્તિઓ  ને  પ્રભાવિત કરી  શકે  છે  અને  તમારા  દૈનિક  જીવનમાં  રક્તસ્ત્રાવને  ટાળવા માટે તમારે કેટલીક સાવચેતીઓ લેવી પડશે.

તમારા  દાંતોને  કોમળ  તાંતણા  વાળા  બ્રશથી ઘસવાનું  રાખો. જો પેઢામાંથી  રક્તસ્ત્રાવ  થતો  હોય  તો  તમારા  દાંતના  ડોક્ટર  ને બતાવો. 

શેવિંગ  કરવા  માટે  એક    બ્લેડ  વારંવાર  વાપરવાનું  ટાળો.  જો કાપો  કે  ઉઝરડો  પડે  તો  હાથથી  અથવા  ચોખ્ખાં  કપડાં  થી  થોડી મિનિટો માટે દબાવી રાખો.

બહાર  નીકળતી  વખતે  હંમેશા  તમારા  ખિસ્સામાં  હંમેશા  તમારું મેડિકલ કાર્ડ રાખો

જો  તમારા  કામની  જગ્યાએ  ઇજા  થવાની  સંભાવના  હોય  તો  તમારે અત્યંત કાળજી રાખવી જોઈએ.

હંમેશા  ઇજા  થઇ  શકે  તેવી  પ્રવૃત્તિઓ  જેમકે  ફૂટબોલ  ક્રિકેટ  જેવી ખેલકૂદની  પ્રવૃત્તિઓ  અથવા  શ્રમ  યુક્ત  કસરતો  કરવાનું  ટાળવું જોઈએ. ધુમ્રપાન  અને  મધ્યપાન  જેવી  આદતો  બંધ  કરવી  જોઈએ.  તમે  જો બહાર  પ્રવાસ  કરવાનું  પ્લાન  કરતા  હોવ  તો  થોડા  દિવસો  માટે  ની  Anticoagulant ગોળીઓ  હંમેશા  સાથે  રાખવી.તમારા  કુટુંબના સભ્યોને પ્રવાસ અંગેની સંપૂર્ણ માહિતી ની જાણ કરવી. ધાર્મિક  કારણોસર  ઉપવાસ  કરવાનું  ટાળવું  શ્રેષ્ઠ  રહેશે  પરંતુ ઉપવાસ કરો તો ખાસ કેવળ ફળ ફળાદી અથવા ફળોના રસ જેવી ખાદ્ય વસ્તુ પર કેન્દ્રિત ન થવું જોઈએ.