ન્યુરો સર્જરીમાં આવેલા આધુનિકરણથી દરેક પ્રકારની મગજ અને કરોડરજ્જુની શસ્ત્રક્રિયા સફળ બની છે જેનો શ્રેય અત્યાધુનિક માઇક્રોસર્જરીને જાય છે.
CV Junction એ માણસના નર્વસ સિસ્ટમનો અતિ મહત્વનો ભાગ છે જેમાં કોઇપણ જાતની ગાંઠ કે વિવિધ પ્રકારની જન્મજાત ખોડ આવી શકે છે. અહીં CV Junction માં થયેલ ગાંઠ અને તેના સફળતાપુર્વક ઇલાજનો કેસ રજુ કરીએ છીએ.
૫૨ વર્ષના મહિલા દર્દી ગળાના પાછળના ભાગમાં દર્દની ફરિયાદ સાથે સીમ્સ હોસ્પિટલમાં દાખલ થયેલ હતા. દુઃખાવો ગળાના પાછળના ભાગમાં ચાલુ કરીને ખોપરીના પાછળના ભાગ સુધી અને ડાબી બાજુનાં ખભા સુધી થતો હતો અને દર્દનાશક દવાઓ તથા સ્થાનિક સારવાર નિષ્ફળ ગઇ હતી. દુઃખાવાને કારણે દર્દીને ડોક હલન-ચલન મર્યાદિત થઇ હતી.
MRI CV Junction દ્વારા જાણવા મળ્યું કે દર્દીને CV Junction માં મોટી ગાંઠ થયેલ હતી જે કરોડરજ્જુના અતિ મહત્વના ભાગને દબાણ કરતી હતી. માઇક્રોસર્જરી દ્વારા ખુબ જ નાના કાપા દ્વારા ઓપરેશનથી સંપુર્ણ ગાંઠ કાઢવામાં આવી હતી.
દર્દીને બીજા દિવસે હલન ચલન કરવાની પરવાનગી આપવામાં આવી હતી. દર્દીનો ગળાની પાછળના ભાગનો દુઃખાવો અને હલન-ચલનની મર્યાદિતતા સંપુર્ણ પણે નાબુદ થતા દર્દીએ હાશકારો અનુભવ્યો હતો. દર્દીને ઓપરેશનના ૪૮ કલાક પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પેથોલોજીકલી ગાંઠ schwannoma પ્રકારની હતી. છ મહિના પછી કરવામાં આવેલ MRI સંપુર્ણપણે સામાન્ય હતો.
સામાન્ય રીતે schwannoma સાધારણ પ્રકારની ગાંઠ હોય છે પરંતુ લાંબા સમયના કરોડરજ્જુના દબાણને કારણે ઘણી વખત દર્દીને લકવો થવાની શક્યતા રહે છે. ન્યુરોસર્જરીમાં આવેલા અત્યાધુનિકરણ અને વિવિધ પ્રકારના માઇક્રોસર્જરી શસ્ત્રો દ્વારા આ પ્રકારની સર્જરી હવે સુરક્ષિત બની છે. સીમ્સ હોસ્પિટલ ન્યુરોસર્જરી ડિપાર્ટમેન્ટ આવા અત્યાધુનિકરણ ઉપકરણોથી સુસજ્જિત છે.